When autocomplete results are available use up and down arrows to review and enter to select. Touch device users, explore by touch or with swipe gestures.
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય, પૂર્ણિમ વ્યક્તિ ઉર્ફે पारिजात.
તારું હોવું અને ન હોવું જેમ ધોળે દિવસેય તારાઓ તો હોય છે જ/છતાં નથી; છતાં છે ! એમ તારા અસ્તિત્વ વિશે હું આસ્તિક છું/નથી ! ~ રમેશ પટેલ
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
જે ક્ષણ બધું જ છોડવાનો ભાવ જાગે છે, એ ક્ષણ સિવાય એ ક્ષણે કંઈ છૂટતું નથી. ~ હિરેન ગઢવી
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
થઈને અલગ જે જાળવી લે છે સ્વરૂપને, પડીતો છુટ્ટાંપડો તો મોરનાં પીંછાંની રીતથી. ~ નીરવ વ્યાસ
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
અરધા ભરેલા ગ્લાસનો ખાલી ભાગ જોયા કર્યો અને ભરેલાનું સુખ ઢોળી નાખ્યું. ~ જગન્નાથ રાજગુરુ
મરીઝ સાહેબ 🍷💐🙏🏻🙇🏻
આ મરીઝ સાહેબ નામ માત્રથી જ મરીઝ છે બાકી સદાય દરેક હરેક દર્દનું નિરાકરણ લાવે છે. With prescription and description.
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
કઈ રીતે મોતી પામવા દરિયાને જઈને પૂછ, કે એની પાસે એક બહુ ઊંડો જવાબ છે. ~ મરીઝ
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
શું કરું, મારા રુદનની સાબિતીનું શું કરું? એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું, એક નદી મારા સુધી આવી ને ફંટાઈ ગઈ. ~ સૌમ્ય જોશી
ગુજરાતી સાહિત્ય, જીવન મનોમંથન.
હું તો છું તારી સામે ફક્ત મૌન ઓ ખુદા, પણ તેં ઘણું કીધું છે ખરેખર કહ્યા વિના. એનોય એક થાક છે - સમજી અગર શકો, જ્યારે કપાઈ જાય છે અંતર કહ્યા વિના. ~ મરીઝ
ગુજરાતી સાહિત્ય, જીવન મનોમંથન.
પ્રતિપન્ન કબૂલ કે શબરી જેવી મારી શ્રદ્ધા-ભક્તિ નથી. તો સામે એંઠાં બોર આરોગે એ રામ પણ ક્યાં છે? ~ વજેસિંહ પારગી
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
દરેક પથ્થર વહેમમાં હોય છે: ઈશ્વર બનવાના. ~ ભરત ચતવાણી
Related searches
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
કાયમી વસવાટ માની આપણે લડતા રહ્યાં, છે જવાનું આંહીથી એ વાત પણ વિસરાઈ ગઈ. ~ 'દિલહર' સંઘવી
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
આત્મપ્રતીતિ પાંખ કાપી, ઊડવા આકાશ આપીને તમારું ઉડ્ડયન રોકી શકે છે, માણસો મોઢે રહીને ખૂબ સારા પીઠ પાછળ ખંજરો ભોંકી શકે છે. સત્ય સમજાવું અને સમજાવવું છે ખૂબ અઘરું તે છતાં તું કર પ્રયત્નો; કોઈ મૂંગો માનવી કોશિશ કરે તો વેદને ઉપનિષદો બોલી શકે છે. ~ સ્નેહલ જોષી
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
ઉઘાડેછોગ ફરતી યાદને અટકાવવી પડશે, ખૂણામાં લઈ જઈને વાત આ સમજાવવી પડશે. બહુ મોટી થતી એ જાય છે દિવસે ને દિવસે તો વ્યથાને કોઈ ઠેકાણે હવે પરણાવવી પડશે. ~ અનંત રાઠોડ 'અનંત'
ગુજરાતી સાહિત્ય, જીવન મનોમંથન.
બસ એ જ છે મલાજો સ્વમાની સ્વભાવનો, અંધારે આગિયો બની, ઝળહળ થયો હતો! ઉલ્લેખ મારો ક્યાં છે સમયની કિતાબમાં? તારી સદીની હું નજીવી પળ થયો હતો! 'અંજુમ' ગઝલને માણવા શું શું થયો નથી, શ્યાહી થયો હતો કદી કાગળ થયો હતો! ~ અંજુમ ઉઝયાનવી
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
સંભવને માર્ગ નક્કી અનુભવ ભૂલા પડ્યા, કૈંક કેટેલીય ધારણ ટોળે વળી અહીં. ફિલહાલ કોઇ જીવવાને અર્થ ક્યાં હતો, ઊંચકી-મૂકી દે શ્વાસ, સજાએ મળી અહીં. ~ શ્યામ સાધુ
680 ગુજરાતી સાહિત્ય. GUJARATI SAHITYA. ideas in 2025 | gujarati quotes, life quotes, quotes